Our Story
A company with an unflinching commitment to quality, innovation and customer satisfaction – HKH Waters has today emerged as a dominant player in the Water treatment industry.
The company markets and manufactures a number of products ranging from Reverse Osmosis, Water Softener, Alkaline Water Ionizer, UV and Water Filtration in domestic and industrial Segments.
HKH started its operations in the 2017 and since then, the company has used a judicious mix of organic growth and inorganic opportunities to boost revenues and scale up business.
જળ પ્રયોગશાળામાં બની શકતું નથી
- જળ બધા જ સજીવો માટે જરૂરી છે.
- જળ વિના જીવન શક્ય નથી.
- જળત્રણ મુખ્ય અવસ્થામાં જોવા મળે છે : ઘન, પ્રવાહી અને વાયુ.
- જળચક્ર દ્વારા પાણીની પૂર્તિ થતી રહે છે, છતાં પણ વિશ્વના ઘણા ભાગોમાં પાણીની અછત જોવા મળે છે.
- પાણીનું વિતરણ બધા ભાગોમાં અસમાન છે. જે મોટા ભાગે માનવીની ક્રિયાવિધિઓનું પરિણામ છે.
- ઉધોગોનો વિકાસ, વસતી વધારો, સિંચાઈ પદ્ધતિની જરૂરિયાતો અને અવ્યવરથાપન એ પાણીની અછતનાં કારણો છે.
- આપણે પાઇપો અને નળ દ્વારા થતા પાણીના વ્યય માટે ચિંતિત થવું જોઈએ.
- ભૂજળ સપાટીને ઊંચી લાવવાના પ્રયાસો થવા જોઈએ.
- સમયનેજોતાં દરેકે પાણીનો વપરાશ યોગ્ય રીતે કરવો જોઈએ. જોથોડા દિવસ સુધી છોડને પાણી આપવામાં ન આવે તો તે સુકાઈ જાય છે
- જળ બધા જ સજીવો માટે જરૂરી છે.જળ-પાણી એ કુદરતનું અદ્ભુત સર્જન છે. જળના ત્રણ સ્વરૂપ છે. ઘન, પ્રવાહી અને વાયુ. જળ, ઘન સ્વરૂપે બરફ છે. પ્રવાહી સ્વરૂપે સ્વયં જળ છે અને વાયુ સ્વરૂપે વરાળ છે. જળના આ ત્રણેય સ્વરૂપ પણ ખૂબ જ શકિતશાળી છે.
- લોહીને પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. આપણા શરીરમાં કયાંયથી પણ લોહી વહી જતું હોય તે તેને વહી જતું અટકાવવાની બનતી બધી જ કોશીષ આપણે કરીએ છીએ. આવી જ રીતે જળને પણ પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. પણ, જયારે જળ ફોગટમાં વહી જતું હોય ત્યારે આપણે તેને અટકાવવાની કોશીષ કરતાં નથી.
- જળનું કોઇપણ સ્વરૂપ રૂદ્ર સ્વરૂપ ધારણ કરે તો વિનાશ કરે છે. જળનો કોઇ રંગ નથી, જળનો મીઠો, તીખો, તૂરો, કડવો, ખારો કે ખાટો સ્વાદ નથી. જળની કોઇ સુગંધ નથી તો પણ જળ સમગ્ર સજીવોમાં જીવનરસ બનેલું છે.
- જળ આત્મીય છે.જળ અંતરઆત્મા છે. જળ એ જ જીવન છે આ વિધાન દરેક રીતે સાચું છે. વસુંધરા ઉપર મહાલતો દરેક સજીવ કદાચ ભૂખ સહન કરી શકશે પણ તરસ સહન કરી શકતો નથી. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે, સજીવના શરીરના બંધારણમાં જળનો ફાળો મહત્વનો છે. માનવ શરીરમાં સીત્તેર ટકા જળ છે. શરીરના દરેક ભાગમાં જળની હાજરી આવશ્યક છે. જે આંખોથી આપણે જગતને જોઇ શકીએ છીએ એ આંખો પણ સજળ છે.
- ટૂંકમાં જળ વગર જીવન શકય જ નથી.સજીવના જીવનમાં આવું મહત્વનું સ્થાન ધરાવતાં જળની આપણે હંમેશા ઉપેક્ષા કરતા આવ્યા છીએ, એટલે જ આજના સમયમાં જળની પરિસ્થિતિ, જથ્થો મર્યાદિત છે. જળનો જથ્થો મર્યાદિત થવાનું કારણ શું ? એક જ વાકયમાં એમ કહી શકાય કે, આપણે જળનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતાં નથી.
- કુદરત તરફથી વરસાદ સ્વરૂપે અખૂટ માત્રામાં જળ પ્રાપ્ત થાય છે પણ તેને સંગ્રહ કરવાની આપણે તસ્દી લેતા નથી. હા, એક વાત સ્વીકારવી રહી કે, ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે વરસાદની માત્રા વધુ-ઓછી હોય છે પણ, જેટલો પણ જળનો જથ્થો કુદરત તરફથી વરસાદ સ્વરૂપે મળે છે તેનો ચોક્કસ સંગ્રહ કરવો જરૂરી છે.